મધ્ય ગુજરાતસિનેમા

અક્ષય કુમારે વધુ એક કોમેડી ફિલ્મ સાઈન કરી

– એક્શન ફિલ્મોમાં ગજ વાગતો નથી

– ફૂકરેના ડાયરેક્ટર મૃગદિપ સિંહ લાંબા ની ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતથી

મુંબઇ : અક્ષય કુમાર હાલ એકસાથે અનેક કોેમડી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તેણે વધુ એક કોમેડી ફિલ્મ સાઈન કરી છે.

‘ફૂકરે’ના દિગ્દર્શનક મૃગદિપસિંહ લાંબાએ અક્ષયને એક સ્ક્રિપ્ટ વંચાવી હતી. તે તેને પસંદ પડી છે અને તેણે આ  ફિલ્મમાં કામ કરવા માટે સંમતિ આપી દીધી છે. અક્ષય અને મૃગદીપની આ ફિલ્મ ૨૦૨૪ના ઉતરાર્ધમાં શરૂ થાય તેવી શક્યતા છે. હાલ અન્ય કાસ્ટિંગનું કામ ચાલુ છે. અક્ષયની કારકિર્દી છેલ્લાં કેટલાંક વર્ષોથી ડામાડોળ ચાલી રહી છે. તે એક હિટ ફિલ્મની તલાશમાં છે. તેને આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ પર બહુ મોટી આશા છે.

જોકે, અક્ષયને ખ્યાલ આવી ગયો છે કે માત્ર એક્શનના આધારે તે ઝાઝી સફળતા મેળવી શકે તેમ નથી. આથી, તેણે કોેમેડીનાં પોતાનાં નિવડેલા જોનરમાં મહત્તમ ફિલ્મો સ્વીકારવાનું નક્કી કર્યું હોય એમ મનાય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *