ધર્મસુરત

સુરત ના અઠવા લાઇન્સ ખાતે યોજાયો દિક્ષા મહોત્સવ

મુમુક્ષુ શ્રેયાકુમારીએ આત્મ કલ્યાણના માર્ગે કદમ માંડ્યા..
🔹 સંસાર ના ભૌતીક સુખો છોડી મુમુક્ષુએ સંયમના માર્ગે પ્રયાણ આદર્યું..

🔹સિધ્ધિપદને પામવા ઉલ્લસિત બનેલા સાધુપદમાં પ્રવેશ કરવા થનગની રહેલા સંયમભિલાષી મુમુક્ષુ રત્ના શ્રેયાકુમારીએ આજે વહેલી સવારે સંસાર નો કર્યો ત્યાગ..!! 

બનાસકાંઠાના ગરામડી ગામના વતની અને સુરત-અઠવાલાઇન્સ ખાતે રહેતા સોનેથા માણેકલાલ હરગોવનદાસ પરિવારમાં અશ્વિનભાઈની લાડલી મુમુક્ષુ શ્રેયાકુમારીનો ગઈ કાલે તારીખ-૨/૫/૨૦૨૪ ના રોજ સુરત શ્રી અઠવા લાઇન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના આંગણે…
શેઠ શ્રી ફુલચંદ કલ્યાણચંદ ઝવેરી પૌષધશાળા મધ્યે…
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત સિદ્ધાંત વિશારદ વૈરાગ્યવારિધિ કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજા, આચાર્ય શ્રી પુણ્યરત્નસૂરીશ્વરજી મહારાજા, આચાર્ય ભગવંત રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા,આદિ ૮ આચાર્ય ભગવંતો તથા ૪૦૦ શ્રમણ શ્રમણી ભગવંતો આદિઠાણાની નિશ્રામાં ભવ્ય દિક્ષા મહોત્સવ ઉજવાયો,ઉપરોક્ત પ્રસંગે મોટી સંખ્યામાં ભાવુકો, આમંત્રીત મહેમાનો સહ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિ રહી હતી,
પુજ્ય આચાર્ય ભગવંતે મંગલ મૂર્હતે મુમુક્ષુને રજોહરણ અર્પણ કરતાં પ્રસંગમાં હાજર zસૌની આંખોમાં આસું આવી જતા લાગણીસભર દ્રર્શ્યો સર્જાયા હતા, તેમજ આ સમયે સૌના મુખમાંથી “દીક્ષાર્થી અમર રહો દીક્ષાર્થીનો જય જયકારના” નારા ગુંજી ઊઠ્યા હતા..!!
શ્રાવક અજિત મહેતાના જણાવ્યા અનુસાર મુમુક્ષુ શ્રેયાકુમારી રજોહરણ અંગીકાર બાદ વેશ પરિવર્તન પછી નૂતન દીક્ષિત પુજય સાધ્વીજી શ્રી..
ધન્યાત્મરેખાશ્રીજી મહારાજ સાહેબના નામે ઓળખાયા અને એમના બેન મહારાજ સાધ્વીજી શ્રી પુણ્યત્મરેખાશ્રીજીનુ ગુરૂત્વ સ્વીકાર્યું!!
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂ ગુણરત્ન પરિવારમાં આજ રોજ ૬૩૬ મી દીક્ષા સંપન્ન થઈ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *