ધર્મસુરત

આ. ભ. શ્રી કુલચંદ્ર સુરિ મ. સા. સંયમજીવનના 58માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે પૂજ્યશ્રીના ગુણાનુંવાદ

તા.૨૬.૪.૨૦૨૪ શુક્રવારના રોજ રામ પાવન ભૂમિ પાલ ખાતે મુમુક્ષ હર્ષભાઈ તથા મુમુક્ષ સાક્ષી બહેનની દીક્ષાના પ્રસંગે નંદીપથ મહોત્સવ અંતર્ગત સવારે પરમ પૂજ્ય આ. ભ. શ્રી ફુલચંદ્ર સુરીશ્વરજી મ.સા. આદિ વિશાળ પૂજ્યશ્રીઓની પાવન પધરામણી થઈ ત્યારબાદ સિદ્ધાંત વિશારદ વેરાગ્ય વારીધિ આ. ભ. શ્રી કુલચંદ્ર સુરિ મ. સા. સંયમજીવનના 57 વર્ષની અને 58 માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે વિવિધ મુનિ ભગવંતો પદસ્થ ભગવંતોએ પોતપોતાની આગવી શૈલીમાં પૂજ્યશ્રીના ગુણાનુંવાદ કર્યા હતા ઉલ્લેખનીય છે કે પૂજ્યશ્રી ૯૩ વર્ષની જૈફ વયે એક સશક્ત યુવાનને પણ શરમ આવે તેવી તાજગી અને પ્રસન્નતા સાથે જૈન શાસનના શિરમોર ગણાતા એવા આગમ ગ્રંથ પર આગમ ગ્રંથનાય શિરમોર ગણાય તેવા છેદ ગ્રંથોની ઉપર નૂતન ૯૦ હજાર શ્લોક પ્રમાણ નુતન ટીકાની રચના કરી રહ્યા છે જે સાધુઓની પેઢી ખૂબ ઉપયોગી પુરવાર થશે આજે પૂજ્યશ્રીના દીક્ષા તિથિના દિવસે પૂજ્ય શ્રી નિરામય રીતે દીર્ઘાયુ બને અને ખુબ ખુબ શાસનની સેવા તથા પ્રભાવના કરી સ્વ પર આત્માનું કલ્યાણ કરે એ જ પ્રભુને પ્રાર્થના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *