ધર્મસૌરાષ્ટ્ર

પાલીતાણામાં મહાવીર જન્મ કલ્યાણક નિમિતે ભવ્યાતિભવ્ય રથયાત્રા નીકળી

ચૈત્ર સુદ તેરસના રોજ જેમણે અહિંસાનો માર્ગ જગતને બતાવી, પ્રેમનો સંદેશો આપનાર પ્રભુ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ગામો – ગામ હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. જેમાં જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણા ખાતે  પાલિતાણા સ્થિત તમામ આચાર્યો ભગવંતો તેમજ સાધુ – સાધ્વીજી ભગવંતો ની નિશ્રામાં પાલિતાણા જૈન સંઘ દ્વારા ભવ્યાતિભવ્ય પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકની રથયાત્રા નીકળી હતી. જેમાં બહોળી સંખ્યામાં ગુરુભગવંતો તેમજ પાલીતાણા જૈન સંઘના ભાઈઓ બહેનો ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં, રથયાત્રામાં પાલિતાણા સમસ્ત જૈન સંઘનું શેત્રુંજય જૈન સેવા (પાલખી) મંડળ નું બેન્ડ આકર્ષણ નું ખાસ કેન્દ્ર બન્યું હતું તથા ભગવાનનો રથ, દેવ વિમાન, ઇન્દ્ર ધ્વજા, પાલિતાણા સમસ્ત જૈન સંઘના શ્રાવકો તથા શ્રાવિકાઓ સાથે રથયાત્રા નગર માં ફરી હતી. આ રથયાત્રા માં મોટી ટોળી પાઠશાળાના બાળકો પણ વેશભૂષામાં જોવા મળ્યા હતા. તેમજ પાલીતાણા જૈન સંઘ ના અગ્રણીઓ પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા.
આ રથયાત્રા ને વધુમાં વધુ સારી બનાવવા જૈન યુવા એકતા ગ્રુપ પાલીતાણા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *