સૌરાષ્ટ્ર

વાળુકડના ગ્રામજનોએ મતદાન કરવાના લીધા શપથ

  • લોકશાહીના મહાપર્વમા સહભાગી થવા માટે સમજાવવામાં આવ્યા
  • શાળાના કર્મીઓએ અચૂક મતદાન કરવાના શપથ લીધા

પાલીતાણા : ભાવનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તા.૦૭ મેના રોજ મતદાન થવાનું છે. મતદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર કટીબદ્ધ છે. જેના ભાગરૂપે પાલિતાણા વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ વાળુકડ ગામની શાળામાં વાળુકડ ગામના ગ્રામજનોએ, આંગણ વાડીના બહેનોએ તથા શાળાના કર્મીઓએ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતાં.

આ વેળાએ પાલીતાણા મામલતદાર તેમજ સ્વીપ એક્ટિવિટીના નોડલ ડી.ડી.રામાનુજે ગ્રામજનો સાથે બેઠક કરી આગામી લોકસભાની ચૂંટણીમાં અચૂક મતદાન કરી લોકશાહીના મહાપર્વમા સહભાગી થવા માટે સમજાવવામાં આવ્યા હતાં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *