ધર્મ

સંપત્તિથી ઘરમાં કાર આવશે ને સત્સંગથી સંસ્કાર : સાધ્વી વિવેકમાલાશ્રીજી

સુરત : લેવાય તો એકવાર ઇન્ટરવ્યૂ લ્યો જે લોકો પાસે પૉશ એરિયામાં બંગલા કે ફ્લેટ છે. આઈફોનથી લગાવી લેટેસ્ટ લેપટોપને મોંઘી કાર છે એ પરિવાર સુખી છે. જેની પાસે ભાડાનું ઘર-ટ્રેનની મુસાફરી છે, પણ પરિવારમાં સંસ્કાર છે. કદાચ આ ઇન્ટરવ્યૂ તમારો વ્યુ બદલી દેશે. કારથી પરિવાર સુખી નથી થતો સંસ્કારથી જ થાય છે. મુંબઈ પાસેના ગિરનાર ધામ – વિહારધામમાં (ચીંચોટીનાકા નેશનલ હાઇવે 48) વિશાલ સાધ્વી સમુદાય સાથે પધારેલા હજારો યુવતીઓના જીવન પરિવર્તન કરનારા તેજસ્વી પ્રવચનકાર દાતા સાધ્વીજી શ્રી વિવેકમાલાશ્રીજી મહારાજ ના દર્શનવંદન ને શ્રવણ માટે ચારે બાજુથી કન્યાઓને ભાઈ બહેનોનો સમૂહ ઉમટ્યો હતો. પૂજ્ય સાધ્વીજી મહારાજ તારીખ 3 મે પિયુષ પાણી નેશનલ હાઇવે 48. તારીખ 4 દહીસર ને રવિવારે બોરીવલી જાંબલીગલી સમુહ વર્ષીતપ પારણા પ્રસંગે ઋષભરાજ્ય પરિવારમાં પધારશે. એમની જીવન પરિવર્તનકારી કન્યા શિબિર એલ.વી.કે.એસ. કામણગામ શ્રી મુનિસુવ્રત-શંખેશ્વરધામ તીર્થે મુંબઈ તારીખ 13 મેથી શરૂ થશે. જેમાં દેશભરમાંથી સેંકડો કન્યા જોડાશે. તારીખ 11-12 મે ના સ્પેશિયલ “વહુઓની શિબિર” નું પ્રથમ વાર આયોજન પુણ્યધામ માં થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *