અમદાવાદ

ચાંદખેડા ખાતે વણકરસમાજભવન નુ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું

૯૦૦ વર્ષ પહેલાં વણકર સમાજ ના યુવાન ભગવાન વીર મેઘમાયા એ પાણી થી ટળવળતા અઢારે વર્ણ ના લોકો અને અબોલ પશુ પક્ષીઓ ના જીવ બચાવવા પોતાના જીવન ની આહુતિ આપી દીધી એ જ ભગવાન વીર મેઘમાયા ના વંશજો એટલે કે વણકર સમાજ આજે પણ તમામ સમાજ અને અઢારે વર્ણ સાથે મન મેળ રાખી ભાઈચારા થી રહી મહેનત પરિશ્રમ કરી વિકાસ ના પંથે આગળ વધી રહ્યો છે.જેના ભાગ રૂપે આજે  તા.11-05-2024 ચાંદખેડા, અમદાવાદ ખાતે વણકર સમાજ ભવન નુ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
આ વણકર સમાજ ભવન ને “જ્ઞાન ભવન” એવું નામ આપવામાં આવ્યું છે જેમાં સમાજ ના ગરીબ જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ ને શિક્ષણ માટે સમાન તક ઉભી કરવામાં આવનાર છે.આ સમારંભ માં હજારો ની સંખ્યામાં મેઘમાયા ના વંશજ એવા વણકર સમાજ ના કર્મશીલો,દાનવીરો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *