સ્પોર્ટસ

મુંબઈ ઈન્ડિયન્સે ઈંગ્લેન્ડના પેસર લ્યુક વૂડને ટીમમાં કર્યો સામેલ 

  • મુંબઈ ઈન્ડિયન્સનો પેસ બોલર જેસન બેહરેનડોર્ફ ઈજાગ્રસ્ત
  • ૨૮ વર્ષીય વુડ ૫૦ લાખ રૂપિયાની કિંમતે મુંબઈ ઈન્ડિયન્સમાં જાેડાશે

મુંબઈ : પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે ઓસ્ટ્રેલિયાના ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર જેસન બેહરેનડોર્ફની જગ્યાએ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર લ્યુક વૂડને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના એક નિવેદન અનુસાર, ૨૮ વર્ષીય વુડ ૫૦ લાખ રૂપિયાની કિંમતે મુંબઈ ઈન્ડિયન્સમાં જાેડાશે. નિવેદન અનુસાર, ‘મુંબઈ ઈન્ડિયન્સે આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે ઈજાગ્રસ્ત જેસન બેહરેનડોર્ફની જગ્યાએ લ્યુક વુડને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.’ વૂડે ઈંગ્લેન્ડ માટે પાંચ ટી૨૦ ઈન્ટરનેશનલ મેચ અને બે વન-ડે રમી છે. ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે આઠ વિકેટ છે.કુલ મળીને વુડે ૧૪૦ ટી૨૦ મેચમાં ૧૪૭ વિકેટ લીધી છે.

મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો, ૫ વખતની ચેમ્પિયન ટીમની પ્રથમ મેચ ૨૪ માર્ચ, રવિવારે ગુજરાત ટાઇટન્સ સામે થશે.
ડાબા હાથના ઝડપી બોલર લ્યુક વૂડે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ ૨૦૨૪)માં તેની ટીમ પેશાવર ઝાલ્મી માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બેટ્‌સમેન માટે, બોલને રિવર્સ સ્વિંગ કરવાની તેમની ક્ષમતા શ્રેષ્ઠ બેટ્‌સમેનોને પણ આશ્ચર્યચકિત કરે છે. વિવિધ પરિસ્થિતિઓમાં અનુકૂલન કરવાની અને પીએસએલ જેવી ટૂર્નામેન્ટમાં સતત સારું પ્રદર્શન કરવાની તેની ક્ષમતા તેની પ્રતિભા અને નિશ્ચય દર્શાવે છે. ઈંગ્લેન્ડનો ૨૮ વર્ષનો લ્યુક વુડ પહેલીવાર આઈપીએલમાં રમતા જાેવા મળશે. તે સતત ૧૪૦ થી ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરે છે. વુડ રૂ. ૫૦ લાખની બેઝ પ્રાઈઝ પર ટીમ સાથે જાેડાશે.

પાકિસ્તાનમાં કમાલ કર્યા બાદ હવે લ્યુક વુડ ભારતમાં પણ આ જ કારનામું બતાવવા આવી રહ્યો છે. બે દિવસ પહેલા જ લ્યુક વૂડ પાકિસ્તાન સુપર લીગમાં બાબર આઝમની કપ્તાની પેશાવર ઝાલ્મી ટીમ તરફથી રમી રહ્યો હતો. અહીં તેણે ૧૧ મેચમાં ૧૨ વિકેટ લીધી હતી અને તે પોતાની ટીમનો સૌથી સફળ બોલર હતો. જાેકે, તે ટીમને ફાઇનલમાં લઈ જઈ શક્યો ન હતો અને ટીમ એલિમિનેટરમાં હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *