ધર્મ

વર્ષીતપના આકરી ગરમીમાં બોરીવલીમાં પારણા

સુરજ જબ ગરમી કરે તબ બરસન કી આશ સૂરજની ગરમી વરસાદની પૃષ્ઠભૂ છે. એમ જ્યારે તપથી દેહ તપે ત્યારે આત્માના કર્મો ખપે, ભગવાન શ્રી આદિનાથ દાદા ના અનુસરણ જેવો આ તપ…. પ્રભુ એ કહેલા નહીં, પણ પ્રભુએ કરેલો આ તપ. આ અવસરપીણી નો પ્રથમ તપ – પ્રથમ તીર્થંકરે સૌ પ્રથમ કરેલો તપ એટલે આ તપ…. આજે તમે સૌએ ભારેમાં ભારે ગરમી વચ્ચેય ડગ્યા વગર એક વર્ષ સુધી સળંગ કર્યો, આજે પારણાય અત્યંત ઉલ્લાસ સાથે જહોજલાલી પૂર્વક ત્રીદિવસીય જીનભક્તિ-તપભક્તિ ને – તપસ્વીભક્તિયુક્ત બોરીવલી જામલીગલી માં ચંચળ ઉત્તમ પોરવાલ ના વર્ષીતપ નિમિત્તે સમૂહ વર્ષીતપ કરાવ્યો ને પારણામાં અધ્યાત્મ યોગી પૂજ્ય પન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ ના શિષ્ય રત્ન પ્રવચનકાર પૂજ્ય પન્યાસ હર્ષકીર્તિ વિજયજી મહારાજ ની નિશ્રા મા ને, પૂજ્ય સાધ્વી ભવ્યદર્શનાશ્રીજી મહારાજ, પૂજ્ય સાધ્વી પદ્મદર્શનાશ્રીજી અને પ્રવચન પ્રભાવિકા પૂજ્ય સાધ્વી શ્રી વિવેકમાલાશ્રીજી મહારાજ નું સાનિધ્ય મળ્યું હતું. ને પ્રેરણા કરાઈ હતી કે આ તપ પછી હવે રોજના જીવનમાં નાનો મોટો તપ કરવો. તો જ તપનું સ્મરણ રહેશે. નિત્યધર્મ-પાપત્યાગ ના સંકલ્પ કરો. હજારો કન્યાઓના જીવનના પરિવર્તન કરનારા યુવા સાધ્વી શ્રી વિવેકમાલાશ્રીજી મહારાજ પારણા કરાવી આજે કામણગામ-પુણ્યધામ શ્રી મુનિસુવ્રત-શંખેશ્વરધામ તીર્થે પધાર્યા. આજે તારીખ 12 ના સ્પેશિયલ – સૌપ્રથમ વુમન શિબિર – વહુઓ ની શિબિર નો પ્રારંભ થશે. તારીખ 13 થી 19 કન્યા સંસ્કાર શિબિર નું આયોજન થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *