ધર્મસૌરાષ્ટ્ર

અમરેલી જિલ્લા નાં હાજી સાહેબો માટે હજ તાલીમ કાર્યક્રમ સફળતા પૂર્વક યોજાયો

તા.૨૭/૦૪/૨૦૨૪- શનિવાર નાં રોજ સવાર નાં ૯-૦ કલાક થી સાંજ નાં ૫-૦ સુધી હજ-૨૦૨૪ માં જનાર હાજી સાહેબો માટે ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા યોજાયેલ હતો.જેમાં ગુજરાત રાજ્ય હજ કમિટી થી આવેલ માસ્ટર ટ્રેનર્સ દ્વારા હજ – ૨૦૨૪ માં જનાર કાદરી ખલીલ રહેમાન મહેબૂબ રહેમાન (ઝીંગા બાપુ) હજ અદા કરવા માટે જતાં, તેઓનાં તેમજ કાદરી મહેબૂબ રહેમાન જીયાઉર રહેમાન બાપુના સાથ સહકારથી આ કાર્યક્રમ સફળતા પૂર્વક યોજાયેલ હતો,જે કાર્યક્રમ માં હજ અદા કરવા માટે જનાર કાદરી ખલીલ રહેમાન (ઝિંગબાપુ) મહેબુબ બાપુ,અમરેલી જિલ્લાના એફ. ટી. સિદ્દીક પારેખ,અમરેલી નગરપાલિકા નાં ભૂતપૂર્વ ઉપપ્રમુખ સકિલબાપુ,અકિલભાઈ રઈશ,યુનુશભાઈ દેરડીવાલા તેમજ અમરેલી જિલ્લા નાં લઘુમતી મોરચા નાં પ્રમુખ રજાકભાઈ વલીભાઈ કચરા તથા અમરેલી જિલ્લા નાં લઘુમતી મોરચાનાં મહામંત્રી સમીરભાઈ કનોજીયા હાજરી આપી તમામ હાજી સાહેબો ને મકબુલ હજ થવા દુઆ સાથે મુબારકબાદી આપેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *