સૌરાષ્ટ્ર

પાલીતાણાના બસ સ્ટેન્ડ ખાતે બાળાઓએ ગરબાનાં માધ્યમથી મતદાનનાં મહત્વનો સંદેશ આપ્યો

પાલીતાણાના બસ સ્ટેન્ડ ખાતે શ્રી માનસિંહજી કન્યા શાળાની બાળાઓએ ગરબાનાં માધ્યમથી મતદાનનાં મહત્વનો સંદેશ આપ્યો

બસ સ્ટેન્ડ ખાતે ઉપસ્થિત સહુએ ૧૦૦ ટકા મતદાન કરીશુંના શપથ લીધા

આગામી લોકસભા સામાન્ય ચૂંટણીના મહાપર્વમાં દરેક નાગરિક જોડાય તે માટે ભાવનગર જિલ્લામાં મતદાન જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે પાલીતાણાના બસ સ્ટેન્ડ ખાતે શ્રી માનસિંહજી કન્યા શાળાની બાળાઓએ ભાતીગળ ગરબાની પ્રસ્તુતિ રજૂ કરીને અચૂક મતદાન કરવાનો પ્રેરક સંદેશ આપ્યો હતો. તેમજ બસ સ્ટેન્ડ ખાતે ઉપસ્થિત સહુએ ૧૦૦ ટકા મતદાન કરીશુંના શપથ લીધા હતાં.

આ વેળાએ સ્વીપ નોડલ ઓફીસરશ્રી ડી.ડી.રામાનુજ, સ્વીપ ટીમ, બસ સ્ટેન્ડ વિભાગના અધિકારીઓ તેમજ માનસિંહજી કન્યા શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકો હાજર રહ્યાં હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *