સૌરાષ્ટ્ર

કોળિયાકનાં દરિયાકિનારે મતદાર જાગૃતિ કાર્યક્રમ

ભાવનગર : ભાવનગર જિલ્લાનાં કોળીયાક ખાતે વિશાળ રેત શિલ્પ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આજ રોજ ૧૦૩-ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ભાવનગર તાલુકાના કોળિયાક ગામે જિલ્લા વિકાસ અધિકારી જી. એચ. સોલંકીની ઉપસ્થિતિમાં રેતશિલ્પ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઉપસ્થિત બધા લોકોએ મતદાન અંગેના શપથ લીધા હતા.

આ તકે પ્રોબેશનરી આઇ.એ.એસ. અધિકારી આયુષી જૈન, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રણજીતસિંહ કટારીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે. એ. પટેલ, તાલુકા વિકાસ અધિકારી પી. કે. રાવત, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિરલભાઈ વ્યાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભાવનગર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી આર. કે. મહેતા ના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિના અનેક વિધ કાર્યક્રમો હાથ ધરાઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *