સૌરાષ્ટ્ર

GTUની આંતરકોલેજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન

અમદાવાદ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની શાખા દ્વારા તાજેતરમાં એક આંતરકોલેજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન યુનિવર્સિટી કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં 40 કોલેજોના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લેવા માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને 6 મિનિટનો સમય વક્તવ્ય માટે ફાળવવામાં આવ્યો હતો અને પાંચ જુદા જુદા વિષય આપવામાં આવ્યા હતા.આ પૈકી કોઈ પણ એક વિષય પર વિદ્યાર્થી પોતાનું વક્તવ્ય આપી શકે એવો વિકલ્પ પણ પસંદગી માટે આપવામાં આવ્યો હતો.
સ્પર્ધાનો પ્રારંભે યુનિવર્સિટીના કુલસચિવ ડો કે.એન.ખેરના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.આ સ્વાગત પ્રવચન એન.એસ.એસ.ના સંયોજક ભરત વાઢિયાએ કર્યું હતું.સ્પર્ધા અંગની વિગતો મનોજ શુક્લએ આપી હતી.કુલસચિવ ડો.કે.એન.ખેરે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં આ પ્રકારની સ્પર્ધાઓ વિદ્યાર્થીઓનાં વિકાસમાં મહત્વનો ફાળો આપે છે એમ જણાવીને ભાગ લેનાર સર્વ સ્પર્ધકોને અભિનંદન આપ્યા હતા.અંતમા આભારવિધિ શારીરિક શિક્ષણ નિયામક ડો.આકાશ ગોહિલે કરી હતી.
આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે પાર્થ એ.મોરડિયા(શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ, ભાવનગર),દ્વિતિય ક્રમે શુભાંકર પંડીત રાવ(એલ.ડી.એન્જિનિયરીંગ કોલેજ અમદાવાદ) તૃતીય ક્રમે કુ.હેતા ડી.પંડયા(આર.સી. ટેકનીકલ ઈનસ્ટીટ્યુટ, અમદાવાદ)ચોથા ક્રમે દેવાંશી પાટડિયા( સાલ ટેકનીકલ ઈનસ્ટીટ્યુટ,અમદાવાદ)અને પાંચમા સ્થાને કુ.હેત્વી શાહ(પાયોનિયર ફાર્મસી કોલેજ)વિજેતા જાહેર થયા હતા.
આ સ્પર્ધાનાં નિર્ણાયકો તરીકે ડંકેશ ઓઝા(ગાંધીનગર), કિશોર જિકાદરા(ગાંધીનગર)આને ડો.તૃપ્તિ ક.ભટ્ટે સેવાઓ આપી હતી.સમગ્ર સ્પર્ધાનું સંચાલન ભરત વાઢિયાએ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *