સૌરાષ્ટ્ર

ચૂંટણીલક્ષી સ્પર્ધા અને સંવાદમાં ઉત્સાહભેર ભાગ લેતા યુવા મતદારો

18 વર્ષે મળ્યો છે મતાધિકાર, અચૂક મતદાન કરશે યુવા મતદાર

કેન્દ્રીય સંચાર બ્યુરો અને વહીવટી તંત્ર દ્વારા ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમ

કોઈપણ સુવિકસિત રાષ્ટ્રના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અતિ મહત્વની હોય છે ત્યારે દેશની લોકસભા ચૂંટણી અંતર્ગત યુવા મતદારો વશ્ય મતદાન કરે અને લોકશાહીના આ પર્વમાં જોડાય તે ઉદ્દેશ્યને સાથે રાખી ભાવનગરમાં યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુવા મતદારોને ચૂંટણીલક્ષી માહિતી અને માર્ગદર્શન સાથે જાગૃતિ સંદેશ આપવાના ઉદ્દેશ્યને લઈ ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં યુવા મતદારો સાથે વિભિન્ન સ્પર્ધા તેમજ સંવાદનું આયોજન કરાયું. કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર બ્યુરોના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ ભારતની લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયા અંગે યુવાનોને માહિતી અને માર્ગદર્શન આપ્યું. ચૂંટણીલક્ષી જાણકારી આપવાની સાથે યુવાનો સાથે ચૂંટણીલક્ષી સંવાદ સાથે તેમજ સ્પર્ધાનું પણ આયોજન કર્યું. સ્પર્ધામાં વિજેતા થયેલા યુવાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આજનો યુવાવર્ગ સોશિયલ મીડિયાથી ઘણું પ્રભાવિત થતો હોય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા પણ યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં ભાવનગરના ટોપ એફએમના આર જે તોશાલી દ્વારા યુવાનો સાથે કેટલીક રમતો અને સંવાદ કરવામાં આવ્યો. આ.જે. તોશાલી દ્વારા યુવાનોને સ્પર્શે તેવા મુદ્દાઓને સાથે રાખી ચૂંટણીલક્ષી માહિતી પહોંચાડવામાં આવી.

આ મતદાર જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ પર પણ યુવા મતદાર જાગૃતિના સંદેશ કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આપવામાં આવી રહ્યા હોવાનું અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું. આ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં આયોજિત સ્પર્ધા તેમજ સંવાદમાં મોટી સંખ્યામાં યુવા મતદારોએ ભાગ લઇ આવનાર લોકસભા ચૂંટણીમાં અચૂક મતદાન કરવાના સંકલ્પ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *