રાષ્ટ્રીય

ચૂંટણી પહેલાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો, કાલથી નવા ભાવ લાગુ

Petrol Diesel Price : લોકસભાની ચૂંટણીના એલાન પહેલા જ સામાન્ય જનતા માટે સૌથી મોટા રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તા થયા છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો છે. દરેક રાજ્યમાં વેટ પ્રમાણે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે. આવતીકાલે (15 માર્ચ 2024) સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગૂ થશે.

હરદીપ સિંહ પૂરીએ આપી માહિતી

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પૂરીએ ‘X’ પર લખ્યું છે કે, ‘પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.’

રાજસ્થાન સરકારે 2 ટકા વેટનો કર્યો ઘટાડો

કેન્દ્ર સરકારના નિર્ણય પહેલા રાજસ્થાનની ભજનલાલ સરકારે પોતાની કેબિનેટની બીજી બેઠકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાનો મોટો નિર્ણય લીધો હતો. રાજસ્થાન સરકારે વેટમાં 2 ટકાનો ઘટાડો કર્યો છે. વેટમાં ઘટાડાથી પેટ્રોલનો ભાવ 1.40 રૂપિયાથી ઘટીને 5.30 રૂપિયા થઈ જશે. જ્યારે ડીઝલનો દર 1 રૂપિયા 34 પૈસાથી ઘટીને 4 રૂપિયા 85 પૈસા થશે. પેટ્રોલ અને ડીઝલના ઘટેલા ભાવ શુક્રવારે સવારે 6 વાગ્યાથી અમલમાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *