ધર્મસુરત

લક્ષ્મી મા ને પૂજો તો પૈસો વધે ઘરની મા ને પૂજો તો પૈસો – પ્રેમ બંને વધે. આ.યશોવર્મસૂરીજી

હજારો વર્ષ પ્રાચીન – મહાચમત્કારી લાખો જૈનોની આસ્થા કેન્દ્ર શ્રી મહાલક્ષ્મી માતાના જીર્ણોદ્ધારીત ભવ્ય સૂરીમંત્ર પંચ પ્રસ્થાન મંદિરમાં પ્રતિષ્ઠાને ૨૫ – ૨૫ વર્ષ પરીપૂર્ણ થતા રજત ઉત્સવ નિમિત્તે સુરત – રાંદેર ગામમાં જીર્ણોદ્ધાર પ્રેરક પ્રતિષ્ઠાચાર્ય પૂજ્યપાદ  શ્રદ્ધેય ગુરુદેવ શ્રી યશોવર્મ સૂરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં શ્રી ચંદ્રપ્રભુજી મહાલક્ષ્મી શ્રી યંત્ર પૂજનનું ભવ્ય આયોજન શ્રી સંઘે કર્યું ને એ પ્રસંગે ઊમટેલી જંગીજનમેદનીએ મંદિર- ઓટલાને રોડ પર બાંધેલો વિરાટ મંડપ છલકાવી તડકામાં બેસી પૂજન કર્યું ને ૨૧ મે ના આવતી સાલગિરી ઉત્સવને ધજાના યાદગાર ચડાવા બોલી લાભ લીધા ત્યારે સહુ ભીના બની ગયા હતા ને નિલેશ રાણાવતે સૌને ભક્તિમાં ડોલાવ્યા હતા. પૂજ્ય ગુરુદેવ શ્રી એ વિદ્ધવાન પૂ.આ .ભાગ્યયશ સૂરીજી મ.સા.પૂ.આ.હ્રીંકારયશ સૂ. મ. જે પ્રવચનો આપ્યા ને જણાવ્યું કે શ્રી ચંદ્રપ્રભુ ની સાથે શ્રી મહાલક્ષ્મી પૂજન કરી સદબુદ્ધિ પણ માંગજો બાકી… એકલો પૈસો સુખી તો નથી કરતો પણ ઘરને પરેશાન કરી શકે છે. રીચેસ્ટ બનાવી શકે પણ નિયરેસ્ટ રાખી શકે કે નહીં એ મોટો પ્રશ્નાર્થ છે. મહાલક્ષ્મી માતાના પૂજન કરો તો કદાચ પૈસો મળશે પણ ઘરની માને પૂજો તો પૈસોને પ્રેમ બંને મળશે.યાદ રહે… એકલો પૈસો સુખી નહીં કરે. સાયનમાં પૂ.આ. શ્રેયાંસપ્રભસૂ. મ.પૂ.આ. નરરત્નસૂરીજી મ. આદિ અનેક સમુદાયના ગુરુ ભગવંતોનું મિલન થયું હતું. તા.૩૧ માર્ચ કીમ તા.૧ એપ્રિલ કોસંબા તા.૨/૩ અંકલેશ્વર તા.૪ ભરૂચ પધારશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *