ગુજરાતધર્મ

જૈનો દ્વારા ભગવાન મહાવીર જન્મકલ્યાણકની ઉજણવી કરાશે

  • ચૈત્ર સુદ તેરસના દીવસે ભગવાન નો જન્મ થયો હતો
  • ઠેર ઠેર લાડુનું વિતરણ થકી સૌનું મોં મીઠું કરાવવામાં આવશે

પાલીતાણા : જૈનોના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીરના જન્મોત્સવને પવિત્ર દિવસ તરીકે માનવામાં આવે છે, જૈનો આ દિવસને તહેવાર તરીકે મનાવે છે, આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમજ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાને કારણે મહાવીર જન્મ મહોત્સવ તરીકે મનાવાય છે,તેમનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હોવાથી આ દિવસની જૈનો ખુબ ધામધુમ પૂર્વક ઊજવણી કરે છે, આખા ભારતભરમાં ગલીએ ગલીએ એક બીજાને લાડુ ખવરાવી મો મીઠું કરાવવામાં આવે છે,

ભગવાન મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લામાં પટનાથી ૨૯ માઇલ દૂર આવેલા ‘બેસધા પટ્ટી’ પાસે આવેલા કુંડલપુર ગામમાં ચૈત્ર સુદ તેરસના રોજ થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું ત્રિશલા દેવી હતું. જ્યારે મહાવીર પોતાની માતાના ગર્ભમાં આવ્યા એ સમયથી રાજ્યમાં રિદ્ધિ-સિદ્ધિ સંપદા વધી હતી, આથી તેમને વર્ધમાન પણ કહેવાય છે. માતાના ગર્ભમાં તેમના ચ્યવન પછી ઘણી સારી ઘટનાઓ બની હતી. આ સમયે વૃક્ષો પર મોટા પ્રમાણમાં ફૂલો ખીલ્યાં હતાં, રાણી ત્રિશલાને શુભ સ્વપ્નો આવ્યાં હતાં, વગેરે ઘટનાને એક મહાન આત્માના અવતરણનું ચિહન માનવામાં આવે છે,

શ્રાવક અજીત મહેતાના જણાવ્યા અનુસાર આજના દિવસે જૈનો મહાવીર જન્મોત્સવની ખુબજ ધામધૂમથી ઉજવણી કરે છે. આ દિવસે ભગવાન મહાવીરની શોભાયાત્રા, અબોલ પશુઓ પ્રત્યે જીવદયાનુ કાર્ય, સાધર્મિક ભક્તિ, જમણવાર, લાડું વિતરણ, ભગવાન મહાવીર ના જીવન ચરિત્રનું વર્ણન,વિગેરે વિધવિધ અનુષ્ઠાનો ઉજવાય છે,કહેવાય છે કે કઠોર તપસ્યા પછી મહાવીર સ્વામીએ તેમની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *