અમદાવાદ

મનોદિવ્યાંગજનોની વૈષ્ણોદેવી દર્શનની હેલિકોપ્ટર યાત્રા

અમદાવાદ : ચૈત્રી નવરાત્રીમાં નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે 35 જેટલા મનોદિવ્યાંગજનો અને એમના વાલીઓ સહ 95 વ્યક્તિઓને જમ્મુ સ્થિતમાં વૈષ્ણોદેવીનાં દર્શનાર્થે  તા.15 એપ્રિલને સાતમા નોરતે  માતારાનીનાં દર્શન હેલીકોપ્ટર દ્વારા કરાવાયા હતા.  સૌ મનોદિવ્યાંગ લાભાર્થીઓ પ્રથમ વખત હેલીકોપ્ટરમાં બેઠા હતા. પ્રથમ વખત થયેલ આવી હેલીકોપ્ટર દ્વારા દર્શન યાત્રાને વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયામાં સ્થાન મળેલ છે. આ સિવાય વિદ્યાર્થીઓ ને શિવખોડી અને પટનીટોપ ફરવા માટે પણ લઈ જવામાં આવ્યા હતા. સંસ્થાનાં વિદ્યાર્થીઓ એમની આ યાત્રાને વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા બુકમાં મળેલ સ્થાનથી ગર્વની લાગણી અનુભવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *