ઉત્તર ગુજરાતક્રાઈમ

અમીરગઢ ચેકપોસ્ટ પરથી ડ્રગ્સ સાથે ત્રણ ઝડપાયા

પોલીસને 1072 ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું
1.16 કરોડ નો મુદ્દામાલ કબ્જે કર્યો

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ચેકપોસ્ટ પરથી અમીરગઢ પોલીસ રૂટીંગ વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી એક કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જેમાં ગાડી સહીત 1 કરોડ 16 લાખ 49 હજારથી વધુનો મુદ્દામાલ કબજે લઈ ત્રણ ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદલસીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પરથી મેથએમ્ફેટામાઇન નામ નું ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં અમીરગઢ પોલીસ રાજસ્થાનથી આવતા તમામ વાહનોનું રૂટિંગ ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી કાર આવતા પોલીસને તે શંકાસ્પદ લગતા કાર સાઈડમાં કરાવી તેની તપાસ કરતા જ પોલીસને 1072 ગ્રામ જેટલું મેથએમ્ફેટામાઇન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી પોલીસે ગાડીમાં સવાર ત્રણેય ઇસમોને પકડી પાડ્યા હતા. જેમાં ઇસરાગ બલોચ, સોહેલ ઓસમાણભાઈ સિંધી, અસલમ અબ્દુલ સતારભાઈ ત્રણેયને ઇસમોને ઝડપી પાડી અમીરગઢ પોલીસે તેમની વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબટેન્સીસ એક્ટર મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *