દક્ષિણ ગુજરાતધર્મસુરત

આચાર્ય યશોવર્મસૂરીજીના જન્મદિને શત્રુંજયની ભાવયાત્રાને માણી

ગિરીરાજને ગુરૂરાજના વધામણા ભક્તિભીનો કાર્યક્રમ ફા.સુ.૧૩ના રાંદેર – અડાજણ સંજય સુરતના વિશાલ હોલમાં શાશ્વત ગીરીરાજની ભવ્ય રચનાને પાલમાં સાધર્મિકભક્તિથી સહુને શત્રુંજય ગિરિરાજની યાત્રાનો જાણે મહેસૂસ કરાવ્યો હોય એવી ભવ્યતાથી આયોજન કર્યું હતું ને શહેરને અનેક પ્રદેશથી ભાવિકો ઉમટ્યા હતા. શાંબને પ્રદ્યુમન આજના દિવસે દસક્રોડ મુનિ સાથે મોક્ષમાં ગયા હતા એ પવિત્ર ભાડવાના ડુંગરની નિલેશ રાણાવતે ગીત સંગીતને પૂ.આ.ભ.શ્રી ભાગ્યયશસૂ. મ.ના સંવેદના એ વાસ્તવિકયાત્રાનો અહેસાસ કરાવ્યો હતો સહુ ગિરિરાજમય બની ગયા હતા.ને સાથે – સાથે સોનામાં સુગંધની જેમ ગુરૂરાજ શ્રીયશોવર્મસૂરીશ્વરજી મહારાજાનો ૭૧ માં જન્મદિન હોઈ વિશેષ ઓવારણાંને ગુરુભક્તિ – ગુરુગુણગાન કરતા સહુ ગુરુવરને અહોભાવથી વંદી પડ્યા હતા ને સાતે ક્ષેત્રોમાં લાખ્ખોના દાનની જાહેરાતો કરાઈ હતી..ને છેલ્લે..પૂ.ગુરૂદેવશ્રીએ..સુખીને શાંત જીવનના રહસ્યોદ્ઘાટન કરતી હૃદયસ્પર્શીવાણી પ્રકાશી ત્યરેસહુ ગુરુમય બની ગયા હતા ને વધુમાં જણાવ્યું કે આ દુનિયાનો સૌથી સુખી માણસ કોણ???જે ખડખડાટ હસી શકે ને ઘસઘસાટ ઊંઘી શકે એના જેવો સુખી બીજો કોઈ હોઈ શકે! આમ તો જન્મે ત્યારે કોઈ બોલતુનાથી હોતું પણ મહાપુરુષના જન્મદિને એમના બોલ સાંભળવા લોકો દોડે છે.. આ પ્રસંગે ખાસ શાસનપ્રભાવક પૂ.આ. શ્રી નરરત્નસૂ. મ. પધાર્યા હતા ને વિશેષ અનેક સાધુ સાધ્વીજી મ. નો વિશાળ સમુદાય ખાસ પધાર્યો હતો અને અનેક જાહેરાતો થઈ હતી.આજે સુરત વેસુ ૐકારસૂરી આરાધના ભવનમાં વવ નિવાસી કુ.નિધિ ભરતભાઈ મહેતાની સવારે ૯:૩૦ ક.દીક્ષા વિધિ શરૂ થશે ને સાંજે વિહાર કરશે.તા.૨૯ ના શ્રીયંત્રયુક્ત મહાલક્ષ્મીમાતાનું પૂજન સવારે ૯:૩૦ ક.રાંદેર ગામ ની અંદર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *