અમદાવાદ

એફડી મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓએ મતદાનના શપથ લીધા

  • પ્રથમવાર મતદાન કરનાર વિદ્યાર્થિનીઓને મતદાન અંગે જાગૃત કરાયા
  • જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું

અમદાવાદ : જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ શહેર રોહિત ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત અમદાવાદના જમાલપુરની એફ. ડી મહિલા કોલેજની પ્રથમવાર મતદાન કરનાર 500થી વધુ વિદ્યાર્થિની બહેનોને મતદાન જાગૃતિની સમજ આપવામાં આવી હતી તેમજ લોકશાહીમાં તેમના મતનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું.

સ્વિપ મદદનીશ નોડલ, અમદાવાદ શહેર ડૉ. એમ.આર. કુરેશી અને ડી.એચ.અમીન દ્વારા મતદાન અંગેની સમજ આપવામાં આવી હતી તેમજ અચૂક મતદાન કરવા અંગેના શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. કોલેજના આચાર્ય અને સ્ટાફ દ્વારા પણ વિદ્યાર્થીઓને અવશ્ય મતદાન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *