સૌરાષ્ટ્ર

પાલીતાણામાં ગેરકાયદેસર નશાકારક સીરપના વેચાણથી યુવાનો બરબાદ

  • નશામાં ડોલતું અને બરબાદ થતાં યુવાધનને કોણ બચાવશે…!!!

પાલીતાણા : પાલીતાણામાં દેશી – વિદેશી દારૂ સિવાય થોડા વર્ષોથી યુવાનો દવામાં વપરાતી નશામાં ચકનાસુર કરનારી સીરપનું પાલીતાણાની અમુક મેડિકલ સ્ટોર ડોક્ટરના પ્રિકેપ્શન વગર ગેરકાયદેસર કોઈપણ ગ્રાહકને કરીયાણાની વસ્તુની જેમ નશાકારક સીરપનું વેચાણ કરી રહ્યા છે. આવી ગેરકાયદેસર સીરપનો અંદાજ કાઢવો હોય તો પાલીતાણા શહેરની જાહેર મુતરડીઓ પર બધાએ રાત્રે એકવાર આંટો મારવો તેનાથી અંદાજ આવી જશે. આ સીરપ કેટલી વેચાતી હશે.
આ સીરપના સેવનથી યુવાનોના શરીરના આંતરિક અંગોને હાની તો થાય છે, સાથે સાથે આવા યુવાનોના પરિવાર પણ વિખરાઈ રહ્યા છે. કેટલાયના ઘર ભાંગી રહ્યા છે.
પાલીતાણામાં અંદાજે ૪૫ મેડિકલ સ્ટોર આવેલા છે. જેમાં ૧૦ ટકા જેવી મેડિકલ સ્ટોરમાં આ નશાકારક સીરપનું વેચાણ થતું હોય તેવું રાહદારી – ગ્રાહકો પાસેથી કર્ણોપકણ સાંભળવામાં મળે છે. આ સિરપ સ્ટોરમાં લેવા માટે ડોક્ટરના કોઈ પ્રિકેપ્શનની જરૂર પડતી નથી. ફક્ત ગ્રાહક મેડિકલ સ્ટોર ઉપર આવી કહે છે કે, અમેરિકન નાની અથવા મોટી – ઘોડો મોટો કે નાનો તેમજ લાલ પરી જેવા કેટલાક હુલામણા નામોથી અનેક પ્રકારની નશા માટેની સીરપ મળે છે.
ભાવનગરનું ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ વિકરાળ સમસ્યાને રોકવા નિષ્ફળ નિવડ્યું છે. મેડિકલોની ગેરરીતીના અહેવાલ કોઈ અખબારમાં પ્રસિદ્ધ થાય કે કોઈ રજુઆત કરે ત્યારે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ કોઈપણ પુર્વ તૈયારી કે પોતાના સોર્સ (બાતમીદાર) ઉપયોગ કર્યા વગર થોડી મેડિકલના ચેકિંગ કરી સંતોષ માની લેતી હોય છે. સરકારી તંત્ર એવું માનતું હોય છે કે ચોર પોતે જાણી તેની નજર સામે ચોરી કરવાનો હોય ?
સરકારી તંત્રએ સંકેત મળે ત્યારે પોતાના બાતમીદારો પાસેથી પહેલા વિગતો એકઠી કરવી જાેઈએ અને જ્યારે રંગે હાથ પકડાય જાય તેવી ગોઠવણી કરવી જાેઈએ પણ રામ જાણે ! આપણા દેશના સરકારી તંત્રની પ્રમાણિકતા ક્યારે જાગશે ? અત્યારે ગુજરાતની હાલત એવી છે કે, જાે કોઈ રજુઆત કરે તેની સાથે જ સરકારી તંત્ર ગુનેગાર હોય તેવું વર્તન કરતા હોય છે. તેની પાસે પુરાવા માંગે, ઉપરાંત ગુનેગારની રજુઆત કરનારની નામ વિગત આપીને અરજદાર ઉપર જાેખમ ઉભુ કરે છે.
પાલીતાણાની અમુક મેડિકલ સ્ટોર આવી નશાકારક સીરપના ગેરકાયદેસર વેચાણ કરી અઢળક નફો અને વેપાર કરી લેવાની લાલચે મેડિકલ સ્ટોરમાં હરીફાઈ ચાલી રહી છે. આ સીરપ ખરીદવા આવતા નચેડીઓનો મુખ્ય સમય સાંજના સાત વાગ્યાથી રાત્રીના બાર વાગ્યા સુધીનો છે. એક બીજા મેડિકલ વાળા એક બીજાની રાહ જુએ છે. આ મેડિકલ બંધ થાય પછી હુ મેડિકલ બંધ કરુ, એમ એક બીજાની મેડિકલ બંધ કરવાની રાહ જાેવે.
પાલીતાણા ધાર્મિક યાત્રા સ્થળ છે. તેની પવિત્રતા જળવાઈ તે આપણા સૌ કોઈની નૈતિક ફરજ છે. પણ અફસોસ એ બાબતનો થાય કે, એક ધાર્મિક સંસ્થાના પ્રતિનિધી તરીકે નિયુક્ત થયેલા વ્યક્તિ અતિ અમીર હોવા છતા આ કાળા કામના કારોબારમાં તેના હાથ કાળા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *