દક્ષિણ ગુજરાત

ગિમથરિક સાપુતારા સહીત ડાંગ પંથકના છુટાછવાયા વિસ્તારોમાં કમૌસમી  ઝરમર 

ગિમથરિક સાપુતારા સહીત ડાંગ પંથકના છુટાછવાયા વિસ્તારોમાં કમૌસમી  ઝરમર  વરસાદી  ઝાપટા પડતા ખેડૂત આલમ માં ચિંતા ફેલાઈ હતી .તો બીજી તરફ સાપુતારા સહેલગાહે આવતા સહેલાણીઓનો  આનંદ બેવડાયો હતો
        મળતી માહિતી મુજબ હવામાન વિભાગે આપેલ કમૌસમી વરસાદ ની આગાહી ને પગલે ડાંગ જિલ્લામાં  શુક્રવારે સવારથી જ વાદળ છાયું  વાતાવરણ બનતા બપોરે સાપુતારા સહીત આહવા ,સુબીર ના છુટાછવાયા  વિસ્તારોમાં ઝરમર વરસાદી ઝાપટા  પડતા ખરીફ ખેતી સહીત આંબાવાડી ધરાવતા ખેડૂતોને પાકમાં નુકશાન થવાની ભીતિ સેવાઈ હતી . બપોરે  પડેલા કમૌસમી માવઠા થી ડાંગ વાસીઓને  ગરમીથી રાહત મળી હતી ,
       જોકે ગિરિમથક સાપુતારા ખાતે ઝરમર વરસાદી માહોલ વચ્ચે વાતાવરણ ઠંડુગાર  બનતા પ્રવાસીઓનો આનંદ બેવડાયો હતો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *