ગુજરાતસૌરાષ્ટ્ર

ભાજપના ઉમેદવાર સામે આપના ઉમેદવારની સીધી ફાઈટ રહેશે

  • ભાવનગર બોટાદ લોકસભા સીટમાં ભાજપ પાંચ લાખની લીડ મેળવી શકશે !
  • ઈન્ડીયા ગઠબંધનના કારણે આપનો ઉમેદવાર જ કોંગ્રેસનો ઉમેદવાર છે આ સીટ ઉપર સત્તા વિરોધ લહેર અને દૂર કરવાની રીત નિર્ણાયક ગણાશે
  • ભાવનગર પશ્ચિમ ધારાસભ્ય જીતુ વાઘાણી, પાલીતાણા ધારાસભ્ય ભીખા બારૈયા અને ગઢડાના ધારાસભ્ય મહંત શંભુનાથ ટુંડીયા પોતાની શાખ જાળવી રાખવા સફળ રહેશે ?

પાલીતાણા : ભાવનગર બોટાદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણામાં ઘણી બધી સામ્યતાઓ છે. જેમ બંને ઉમેદવાર કોળી સમાજના છે. બંનેએ ઉચ્ચ શિક્ષણ મેળવેલ છે. બંને ઉમેદવારો સામાજિક કામોમાં સમાનતા તેમજ આપના ઉમેદવાર વર્ષોથી ભાવનગર જિલ્લામાં અને બોટાદ જિલ્લામાં ભાજપમાં ૧૯૯૮થી ૨૦૨૦ સુધી બક્ષીપંચ મોરચામાં ઉચ્ચ પદ ઉપર સેવા કરી છે.
ભાવનગર લોકસભા સીટ ઉપર બંને પક્ષના ઉમેદવારો નકારાત્મક પ્રચાર માટે મુદ્દા નહીવત છે. જ્યારે બંને પક્ષના પક્ષની વિચારધારા તેની સરકારમાં થયેલા સકારાત્મક વાતો સિવાય કોઈ મુદ્દાઓ બચતા નથી.
આ લોકસભાની સીટમાં કુલ સાત વિધાનસભા સીટ આવે છે. તેમાં ભાજપ ભાવનગર પુર્વ, ભાવનગર પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, પાલીતાણા, તળાજા અને ગઢડા વિધાનસભામાં એમ ૬ ધારાસભ્યો છે. જ્યારે આપ ૭ વિધાનસભા પૈકી એક બોટાદ સીટ ઉપર ઉમેદવાર અને ચાલુ ધારાસભ્ય છે.
આ સીટ ઉપર ભાજપ પાસે આખી સીટ ઉપર કાર્યકરોની ફોજ તૈયાર છે. આ સીટમાં આવતી ભાવનગર મહાનગરપાલિકા અને પાલીતાણા, શિહોર, તળાજા, વલભીપુર, ગઢડા અને બોટાદ એમ ૬ નગરપાલિકા પણ ભાજપની સત્તા છે. જ્યારે ભાવનગર અને બોટાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત પણ ભાજપ હસ્તક છે. તેમજ સરકારી ક્ષેત્રે ડેરી, માર્કેટ યાર્ડ, બેંકો વિગેરે ભાજપ સત્તા ઉપર છે. તેનો લાભ ભાજપના ઉમેદવારને થઈ શકે છે.
જ્યારે આપ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સત્તા ઉપર ન હોવાથી તેના સત્તા વિરોધનો અવકાશ નથી. તેમજ ગત વિધાનસભામાં આ સીટમાં આવતી સાતેય વિધાનસભામાં ઉમેદવારો ઉતાર્યા હતા. આ ઉમેદવારોએ કહી શકાય તેવા સારા મત મેળવ્યા હતા. સાથે ચૂંટણી લડવાની વ્યુહરચનાના અનુભવીએ એવા કોંગ્રેસના નેતાઓ બધી સીટ ઉપર ઉપલબ્ધ છે. તે ઉપરાંત ગુજરાતમાંથી કોંગ્રેસી લોકો દિલ્હીમાં કોઈ સંસદને ત્યાં ઉતરી શકે તેવી સુવિધા ખાતર પણ મહેનત કરશે !
આપનો પ્રચારના મુદ્દા ભ્રષ્ટાચાર અને લોકશાહી બચાવના એજન્ડાનો પ્રસાર કરવાના છે. હવે જાેઈએ આ સીટ ઉપર ફોર્મ ભરાય અને ત્યાની કંઈ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય તેના ઉપર નક્કી થઈ શકશે. પાંચ લાખની લીડ મેળવે તેની થશે કે ખરાખરીનો જંગવાળી ફાઈટ થશે. સમયની રાહ જાેઈએ.

પાલીતાણાથી ભાવનગર લોકસભા સીટમાં ભાજપના પ્રચારની શરૂઆત

ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાના પ્રવચનથી સ્થાનિક લોકો ડઘાઈ ગયા !

પાલીતાણા: ભાવનગર લોકસભા સીટના ભાજપના ઉમેદવારના પ્રચારના શ્રીગણેશ સાથે સરકાર તરફથી પાલીતાણા નગરપાલિકાના પાણી પુરવઠા પ્રોજેક્ટ તથા જીયુડીસીના ડ્રેનેજ પ્રોજેક્ટના ખાતમુર્હુતનો કાર્યક્રમ પાલીતાણા માર્કેટ યાર્ડ ખાતે તા.૧૬ માર્ચના રાખવામાં આવ્યો હતો.
આ જાહેર કાર્યક્રમમાં હાજર મહાનુભાવો પ્રાસંગિક પ્રવનચમાં આપ્યા હતા. જ્યારે પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા પ્રવચનમાં ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણીયાની સામે કોઈ છે નહી અને ભ્રષ્ટાચારની વિરૂદ્ધની લડાઈમાં ભ્રષ્ટાચાર નાબુદ કરવામાં આવ્યો છે અને કરોડો રૂપિયાની ગ્રાંટથી વિકાસ કાર્યોએ પ્રવચનથી પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા સ્થાનિક લોકો ડઘાઈ ગયા હતા. શ્રોતાઓ અંદરો અંદર એકબીજાની સામુ જાેઈ રહ્યા હતા. જ્યારથી આ ધારાસભ્ય આવ્યા ત્યારથી પાલીતાણા તળેટીમાં શુભ મંગલમ્‌ ફાઉન્ડેશને બનાવી આપેલ રોડ સિવાય નગરપાલિકાએ બનાવેલ રોડમાં સમ ખાવા પુરતો એક પણ રોડ ખાડા ખડીયા વગરનો નથી.
પાલીતાણા બસ સ્ટેશનથી ધારાસભ્યના કાર્યાલય ૫૦૦ મીટર દુર છે છતાં જ્યારે મુલાકાતીઓ આ રસ્તા ઉપર ચાલે છે ત્યારે નાકે ડુચો મારવો પડે અને ગટરના પાણીમાં પેન્ટના પાયજા ચડાવવા પડે છે. ભુલથી બાજુમાંથી કોઈ વાહન નિકળે નહી તેનું પણ ધ્યાન રાખવું પડે નહીં. બાજુ વાળો કપડા ઉપર ગટરનું પાણી ઉડાડતો જાય તેવું વર્ષમાં આઠ મહિના સુધી ચાલે છે. આવતી કાલે આદપુરનો મેળો હોય ત્યારે પોસ્ટ ઓફિસથી આદપુર જવાના રસ્તે અત્યારે રોડ પર ગટર ગંગા ચાલુ જ છે અને આનો સંદેશો દેશભરમાંથી આવેલા યાત્રાળું લઈને જશે. પાલીતાણા તળાજા રોડ વર્ષોથી માથાના દુખાવો બનેલ છે.
પાલીતાણા નગરપાલિકાની કરોડો રૂપિયાની ગ્રાન્ટો હોવા છતા પાલીતાણાની પ્રજાએ ક્યારેય ખાડા ખડીયા વગરના અને સાઈડમાંથી ધુળ ન ઉડતી હોય તેવા ક્યારેય રોડ જાેયા નથી. પાલીતાણાની સરકારી કચેરીઓમાં રામ રાજ્ય ચાલે છે. પાલીતાણાની પ્રજા ફરિયાદ કરે તો કોને કરે ? તાલુકામાં ગ્રામ્ય વિસ્તારો ગ્રાન્ટો બ્લોકના રોડ સિવાય માંડ બીજે ક્યાંક વપરાતા હશે.
પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તાર તમામ પ્રકારની સમસ્યાથી પીડાય રહ્યો છે. છેલ્લા બે દસકાથી ભાજપનાા કોઈ નેતાઓ એવા નથી મળ્યા કે, પાલીતાણાની સુખાકારી માટે અને રોજગારી વધારવા માટે ઈચ્છા શક્તિ હોય કે કોઈ વિઝન હોય.
પાલીતાણાની આજુબાજની નગરપાલિકા, ગારીયાધાર, તળાજા, સિહોર ગામની અંદર દાખલ થાવ તો બગીચા, ફુટપાટ, ફુલછોડ, સુંદર સર્કલ હોય છે, જ્યારે પાલીતાણાની જૈનોનું વિશ્વ આસ્થાનું ધામ, અઢળક સંપત્તિ હોવા છતાં પાલીતાણા શહેરમાં કોઈપણ દિશામાંથી દાખલ થાય એટલે કચરાના ઢેર, આડેધડ વેસ્ટ મટીરિયલ્સના ખડકલા અને દુર્ગંધ ફેલાવતો પ્રવેશદ્વાર. શહેર મધ્યથી નિકળતી નદી ખારો ગંદકી અને ગટરની ખુશ્બુ આપતી પાણીનું વહેણ અને સ્વચ્છતાના બણગા વચ્ચે દેશની મહાન સંસ્થા સમસ્ત મહાજનના સહયોગથી થયેલ સ્વચ્છ પાલીતાણાની મહાનતાના દર્શન કરે છે. પ્રજાજનો સુખ સુવિધા અને રોજગારીની અપેક્ષા રાખે છે, નહીં કે તમે કેટલી ગ્રાન્ટ વાપરી છે ?
ધારાસભ્યના પ્રવચન પછી પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહે પોતાના પ્રવચન પાછુ વાળી લીધુ ને કહ્યું કે બધા મનસુખભાઈને ત્યાં ન પહોંચી જતા અને હરીફ ઉમેદવારને નબળા નહી ગણવા. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈએ કાર્યકરોને પ્રસંશા કરી કાર્યકરોની મહેનતથી પાર્ટીની સરકાર છે. તેવી રીતે કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા.
હવે જાેવું રહ્યું કે, પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા પોતાની સીટ પરથી ભાજપના ઉમેદવારને કેટલી લીડ
અપાવી શકશે.

 

જીતુભાઈ વાઘાણી અને મહંત શંભુનાથજી લોકસભાના ભાજપના ઉમેદવારને પોતાના મત વિસ્તારમાં કેટલી લીડ અપાવી શકશે !!

ભાવનગરની ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ ગુજરાત સરકારના પુર્વ શિક્ષણ મંત્રી રહી ચુક્યા છે. પરંતુ સ્થાનિક મુદ્દા ઉકેલવામાં ઉણા ઉતર્યા હોય તેવું લોકો પાસેથી જાણવા મળે છે. જેમાં દસકાઓથી કંસારાનો મુદ્દો એમનો એમ છે. દર વખતે આ યોજના નવા નામ જેવા કે કંસારા સુધીકરણ, કંસારા પ્રોજેક્ટ તેમજ કંસારા સંજીવન નામોથી કામ શરૂ થયા પણ પુરુ થવાનું નામ નથી લેતું. તેવો જ એક મુદ્દો દેસાઈનગરથી ગઢેચી વડલા ફ્લાય ઓવર કેટલાક સમયથી ગોકુળ ગાય પ્રમાણે કામ ધીમી ગતિથી ચાલી રહ્યું છે. આ ઉપરાંત અહ્‌મ અને કડક જવાબ દેવાની આદતથી જાેવુ રહ્યું કે તેના વિસ્તારમાંથી કેટલી લીડ આપી શકશે !!
જ્યારે ગઢડાના ધારાસભ્ય મહંતશ્રી શંભુનાથજીના જિલ્લામાં સામાન્ય લોકો સાથે ઓછો જન સંપર્ક તેમજ ભાવનગર શહેર સિવાય ગ્રામ્ય વિસ્તારમાં ઓછો સંપર્કના કારણે તેની સીટ ઉપર લોકસભાના ઉમેદવારને કેટલી વધારે લીડ અપાવી શકશે તે તો મતગણતરી પછી જ ખબર પડશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *