સિનેમા

શ્રદ્ધા કપૂરને ભૂખ લાગી તો ભીડમાં લોકો પાસે પીઝા માંગ્યા

  • શ્રદ્ધા કપૂરને પિઝા જાેઇને મોંમાં પાણી આવી ગયું
  • એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે એક ઇવેન્ટમાં હાજરી આપી હતી જ્યાં એને ખૂબ ભૂખ લાગી હતી, બહાર પિઝા મળતા હતા

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સોશિયલ મિડીયામાં સુપર એક્ટિવ રહે છે. આ કારણે શ્રદ્ધા કપૂર સૌથી પોપ્યુલર ભારતીય ઇન્સ્ટાગ્રામના લિસ્ટમાં શામેલ છે. એક્ટ્રેસ પોતાની પ્રોફેશનલ લાઇફની સાથે-સાથે પર્સનલ લાઇફને લઇને પણ સતત ચર્ચાઓમાં રહેતી હોય છે. હાલમાં એક્ટ્રેસનો સામે આવેલો વિડીયો લોકોનું ધ્યાન ખેંચે છે. તૂં ઝૂઠી મે મક્કાર એક્ટ્રેસ હાલમાં એક ઇવેન્ટમાં સ્પોટ થઇ હતી, જ્યાં એને ખૂબ ભૂખ લાગી હતી. એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે એક ઇવેન્ટમાં હાજરી આપી હતી જ્યાં એને ખૂબ ભૂખ લાગી હતી. બહાર પિઝા મળતા હતા. એક્ટ્રેસ ફટાફટ ત્યાં પહોંચી અને કોઇ પણ જાતના સંકોચ કર્યા વગર પૂછ્યુ કે એક એકસ્ટ્રા હોય તો મને આપોને..એક્ટ્રેસે પૈપરાઝી માટે લાગેલા સ્ટોલ પર જઇને કહ્યું કે એક એકસ્ટ્રા છે, ભાઇ હું એક લઇ જવું પ્લીઝ, પાક્કુ એક એકસ્ટ્રા છે ને? થેંક્યુ યાર..મે જાેયુ કે અહીંયા પાર્ટી ચાલી રહી છેપપિઝા પાર્ટી. ત્યારબાદ એક્ટ્રેસ હાથમાં પિઝા લે છે અને આઉટફિટને સંભળાતી નજરે પડે છે. ત્યારબાદ એક્ટ્રેસનો બીજાે એક વિડીયો સામે આવ્યો છે જેમાં એ ઇવેન્ટથી બહાર આવતી જાેવા મળે છે. આ દરમિયાન જણાવ્યુ કે આખરે મેં પિઝા કેમ માંગ્યા હતા. એક્ટ્રેસ પૈપરાઝીને કહ્યું કે..થેંક્યુ તમે બધાએ મારી સાથે શેર કર્યું, મને બહુ ભૂખ લાગી હતી. થેંક્યુ મારા તરફથી..એક ટ્રિટ બાકી છે મારા તરફથી. બન્ને વિડીયો હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. એક્ટ્રેસની ક્યૂટનેસ પર લોકો ફિદા ગયા છે અને લોકો કોમેન્ટ્‌માં વખાણ કરી રહ્યા છે. આમ, તમને જણાવી દઇએ કે શ્રદ્ધા કપૂરે આદિત્ય રોય કપૂરની સાથે આશિકી ૨થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી અને આ દરમિયાન બન્ને પ્રેમમાં પડ્યા હતા. લાસ્ટમાં એક્ટ્રેસ ફિલ્મ તૂ ઝૂઠી મેં મક્કારમાં નજરે પડી. આ ફિલ્મમાં એને રણબીર કપૂરની અપોઝિટ કાસ્ટમાં હતી. હવે એક્ટ્રેસ સ્ત્રી ૨માં રાજકુમાર રાવ સાથે જાેવા મળશે. આ સિવાય શ્રદ્ધા કપૂરની પાસે અનેક પ્રોજેક્ટ્‌સ છે જેની પૂરી જાણકારી સામે આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *