આંતરરાષ્ટ્રીય

અમેરિકી સંસદમાં ‘ટિકટોક’ પર પ્રતિબંધ માટેનું બીલ પસાર, ચીનની ડેટા ચોરીની લાગી બીક

વોશિંગ્ટન,૧૪ માર્ચ,૨૦૨૪,ગુરુવાર

અમેરીકી સંસદના નિચેલા ગૃહે ચીનની જાણીતી વીડિયો શેરિંગ એપ ‘ટિકટોક’ પર પ્રતિબંધ લગાવવા માટે બુધવારે એક વિધેયક પસાર કર્યુ હતું. ઠરાવ પસાર કરતી લખતે સંસદોએ ચિંતા વ્યકત કરી હતી કે આ એપથી સુરક્ષા સાથે જોડાયેલા ખતરો પેદા થઇ શકે છે અથવા તો ચુંટણી વર્ષમાં મતદાનને પણ પ્રભાવિત કરી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકામાં ટિકટોક એપના ૧૭ કરોડ જેટલા યુઝર્સ છે.

સાંસદોને ચિંતા છે કે આ એપના માધ્યમથી ચીન સરકાર ડેટાની ચોરી કરી શકે છે અને દુષ્પ્રચાર પણ ચલાવી શકે છે.આ વિધેયક ચીની મૂળની કંપની બાઇટડાંસને માત્ર ૬ મહિનાની અંદેર એપને વેચવા માટે મજબૂર કરી શકે છે.  એપ પરના પ્રતિબંધ અંગે  રિપબ્લીકન પાર્ટીના સાંસદ  માઇક ગલેગરે કહયું હતું કે સંસદમાં પસાર થયેલું વિધેયક ચીનની ટિકટૉક એપને ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીથી અલગ થવા માટે દબાણ કરી શકે છે.  આ વિધેયક અમેરિકી કંપનીઓ પર લાગું પડતું નથી. માત્ર બહારના દુશ્મનોના નિયંત્રણવાળી એપને જ લાગુ પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *