ગુજરાત

વણકર સમાજસેવીઓની છુટાછેડા અટકાવવા નવતર પહેલ

વડોદરા : તા.૧૪-૦૪-૨૦૨૪ ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે જાણિતા સમાજસેવી મિતેષભાઇ ચાવડા અને  ભરતભાઇ ડાભી દ્વારા વડોદરા ખાતે VANKAR.IN વેબસાઇટના માધ્યમથી છુટાછેડા રોકો કેન્દ્રની શરુઆત કરવામાં આવી છે. કોમ્પ્યુટર મેનેજર તરીકે મુંબઈ નોકરી કરતા અને શનિ-રવિની રજાઓમાં વડોદરા આવી સેવાકાર્યમાં જોડાયેલ ભરત ડાભી તેઓના સાથી મિત્ર મિતેષ ચાવડા અને માર્ગદર્શક વડિલો મણિભાઇ પરમાર (ચેરમેન – ડૉ. આંબેડકર ભવન, વડોદરા), મુળચંદ રાણા (પુર્વ સદસ્ય અને એક્ટીંગ ચેરમેન – ગુજરાત પબ્લિક સર્વિસ કમીશન) તેમજ ડૉ. મનુભાઇ મકવાણા (પુર્વ ડિન, ગુજરાત યુનિવર્સીટી, અમદાવાદ) ના સહયોગથી સમાજમાં થતા છુટાછેડા અટકાવવાનુ કામ ઉપાડેલ છે. આ મુદ્દે તેઓએ બેથી ત્રણ સેમીનાર કરેલ, વિવિધ સર્વે કાર્યક્ર્મ કરેલ છે.  છુટક છુટક સમજાવટથી ૪-૫ જેટલા છુટાછેડા થતા અટકાવેલ અને આ સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં લેતા હવે આ છુટાછેડા અટકાવવા હેતુ ખાસ એક કેંદ્રની તેઓએ આજે શરુઆત કરેલ છે. આ કેંદ્રની શરુઆત કરતા ઉપસ્થિત સમાજ હિતેચ્છુઓએ આ પહેલને વધાવતા વિવિધ અનુભવો, આજની સામજીક પરીસ્થિત, જુરરી ઉપાયો જણાવતા વિવિધ સુચનો કરેલ છે, અને VANKAR.IN વેબસાઇટના માધ્યમથી શરુ થયેલ આ છુટાછેડા કેંદ્રનો લાભ લઈ ઘર તુટતા બચે તે અંગે લોકોને જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *