અમદાવાદ

જીટીયુ દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમનું આયોજન

અમદાવાદ : આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ‘સ્વીપ એક્ટિવીટી’ અંતર્ગત સમાજનાં તમામ વયના નોંધાયેલા અને ખાસ કરીને જીવનમાં પ્રથમ વખત મતાધિકાર પ્રાપ્ત કરી રહેલાં મતદારો મોટી સંખ્યામાં મતદાન પ્રક્રિયામાં જોડાય અને મતદાન કરે તે માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કેમ્પસ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ કલેક્ટર કચેરીના સ્વીપ એક્ટીવીટીઝના નોડલ ઓફિસર ડો.યોગેશ પારેખે ભારતીય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર ઉપસ્થિત યુવા મતદારો સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરીને ચૂંટણી તથા મતદાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી.આ પ્રસંગે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ચૂંટણીતંત્ર વચ્ચે એમ.ઓ.યુ.પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલાં કાર્યકારી કુલપતિ ડો.પંકજરાય પટેલે લોકશાહીનાં મહાપર્વમાં એક જાગૃત નાગરિક તરીકે સક્રિય રીતે સામેલ થવા યુવાનોને આહ્વાન કર્યું હતું.આ પ્રસંગે કુલસચિવ ડો.કે‌‌.એન.ખેર, પ્રાધ્યાપકો તેમજ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત સૌએ અચૂક મતદાનના શપથ પણ લીધાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *